શનિવાર, 6 ઑક્ટોબર, 2012


શ્રી નિવાસ રામાનુજન 26 એપ્રિલ

webnews.textalk.com
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા. દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી. તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે. તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો. રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી  નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા

શાળા એ સમાજની પાયાની જીવંત સંસ્થા છે , જેમાં આજનાં બાળકો - જે ભાવિ નાગરિકો છે, તેમનું ઘડતર થાય છે. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરૂએ કહેલું કે, "દેશની ભૌતિક સંપદા કરતાં દેશની માનવીય અને બૌધ્ધિક સંપદાનું મૂલ્ય અનેકગણું છે."

"શાળા દપૅણ એટલે શાળાની ભૌતિક , શૈક્ષણિક અને પયૉવરણીય સંપદાનું દપૅણ."
એક ચીની કહેવત છે કે " તમે એક વષૅ માટે સુખી થવા માગતા હોય તો વષૅભર ચાલે તેટલું અનાજ સંઘરો. તમે દસકાઓ સુધી સુખી થવા માગતા હોય તો વ્રુક્ષો વાવો અને તમે સદીઓ સુધી સુખી થવા માગતા હોય તો શિક્ષણ આપો. " આમ, દેશના ભાવિ ઘડતરનો આધાર છે - શિક્ષણ . શિક્ષણથી જ દેશની બૌધ્ધિક સંપદા કેળવાય છે, અને એ બૌધ્ધિક સંપદા જ દેશની મહત્વની સંપદા છે, અને પાયાના શિક્ષણ દ્વારા દેશની બૌધ્ધિક સંપદાનું સંવધૅન કરતી સંસ્થા એટલે પ્રાથમિક શાળા 

શુક્રવાર, 5 ઑક્ટોબર, 2012


કેવો મારો વટ પડે છે..........



બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.

નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.



સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટ પડે છે.

પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.



એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.

ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારો વટ પડે છે.


                                                       -પ્રભાતનાં પુષ્પો

ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012


(કોયડો) ભાઈ-બહેન

એક કુટુંબનાં બાળકોમાં દરેક છોકરાને જેટલા ભાઈ છે તેટલી જ બહેન છે. અને દરેક છોકરીને જેટલી બહેન છે તેથી બમણાં ભાઈ છે.

તો સવાલ : આ કુટુંબમાં કુલ કેટલા ભાઈ-બહેન હશે ? (અર્થાત કેટલા છોકરા ? કેટલી છોકરી ?)

બાળક : આવતી કાલનું ઉજ્જવળ ભવિષ્ય
બાળકના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનને પોષણ આપવાનું ખૂબ જરૂરી હોય છે. કેટલાંક માબાપ સમજતાં નથી. બાળક કાંઈક કરવા જતો હશે તો માબાપના મોંમાંથી વારંવાર સાવધાનીના સૂર નીકળ્યા કરવાના. માબાપ કહેશેરહેવા દે, તારું કામ નથી ! તું નકામું કાંઈક તોડી-ફોડી નાખીશ. દીવાલમાં ખીલા મારવાનું તારું કામ નહીં, ઊંચે ચડીને માળીએથી ડબ્બા તારાથી ઊતરે ! ઝાડે ચડીને રમવા-કૂદવાનું કરાય…. હાથ-પગ ભાંગે…. બહુ દોડાદોડ સારી નહીં…. બેટા ! આમ રમકડાં તોડી નખાય…. સીધી રીતે રમાયદરેક પ્રવૃત્તિ, કાર્ય, રમત અને સૂવા-ખાવામાં બાળકને સતત રોકટોક કરવાથી બાળકની વિકાસયાત્રા થંભી જાય છે. ધીમી પડી જાય છે. જેને આપણે શિસ્તતા અને સંસ્કારના અંચળાથી ઓળખીએ છીએ.
બાળક કુદરતી શક્તિનો ધોધ છે. ક્ષમતાપૂંજ છે. બાળકનો તરવરાટ બાળકનું સતત વિકાસ ઝંખતું મગજ નિત્ય પળે નવું નવું જાણવું, જોવું અને કાંઈક કરીને રહે ત્યારે સંતોષ અનુભવે છે. ખોટા ડર, ભય કે અન્ય રૂકાવટથી આપણે આપણા બાળકના શત્રુ બનીએ છીએ. વાત ખૂબ ઓછાં મા-બાપ જાણે છે. મા-બાપ બે પ્રકારનાં હોય છે. કેટલાંક બાળકની સાચી કે ખોટી મહત્વકાંક્ષાને તોડી પાડે છે ! બાળકની કોઈ વાત માનવા તૈયાર હોતાં નથી ! તેમને કોઈ વાતમાં વિશ્વાસ પડતો નથી ! બાળકના દરેક સ્વપ્નના જવાબમાં કહેવાનાં શેખચલ્લી ! હવે બધા ખોટા ચાળા મૂકી દે ! સીધા રસ્તે નિશાળે જા, નવરા બેઠા તુક્કા હાંકવાને બદલે ઘરનું કાંઈક કામ કર !….’ ત્યારે કેટલાંક માબાપ બાળકોના તુક્કા, શેખી, પોલી મહેચ્છા વગેરેની રૂખ પારખે છે. બાળકની દરેક વાત, વલણ, વર્તન અને ભાવસભર વાણીને સમજવા કોશિશ કરે છે. બાળકની દરેક પ્રવૃત્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા વડે સાથ આપતાં રહે તેમજ તેમાં મદદ કરવા સદા પોતે તત્પર હોવાનો વિશ્વાસ આપે છે. આવાં બાળકો મા-બાપના વલણથી પોતાના દિમાગમાં કેટલું નક્કર અને કેટલી હવા છે તે સમજવા માંડે છે. બાળકો રીતે પોતાની જાતને સાચી રીતે સમજતાં થાય છે. પોતાના ખ્યાલોનાં દૂધ-પાણી અલગ પાડતાં શીખે છે. આગળ ઉપર તે નક્કર વ્યક્તિ બને છે.

બાળકોનાં સ્વપ્નાને એકદમ તોડી પાડો. સૂર્ય, ચંદ્ર, આકાશ, પર્વત, ઝરણાં, નદી, સમુદ્ર, પવન, પાણી, પૃથ્વી વગેરે વિશે જાણવા તેની જિજ્ઞાસા બને તેટલી સંતોષવા પ્રયત્ન કરો. જે બાબત આપણે જાણતાં હોઈએ તો સ્પષ્ટ ના પાડો. અગડમ-બગડમ સમજાવીને અહમ સંતોષો નહીં. રેતીમાં રમે, ધૂળના ઢગલા કરેફુગ્ગા ઉડાડે…. પાણીમાં છબછબિયાં કરે…. ઝાડ ઉપર ચડે ઊતરે…. સાથે સાથે અનેક પ્રશ્નો કરે ત્યારે પ્રેમથી સાંભળીને બને ત્યાં સુધી સાચો જવાબ બાળકની ભાષામાં આપવો તો પરસ્પર પ્રેમ વધશે અને બાળકનો સર્વાંગી વિકાસ ઝડપથી થશે.
દરેક બાળકમાં ક્યાંક ન્યુટન કે ગેલિલિયો બેઠો હોય છે. ફળ ઝાડ પરથી નીચે કેમ પડે છે ? તે આકાશમાં ઊંચે કેમ જતું નથી ? એવી ન્યુટનની જિજ્ઞાસામાં ગુરુત્વાકર્ષણની શોધ છુપાયેલી હતી. બાળકને એનો પિતા કહે કેમૂર્ખશિરોમણી ફળ નીચે પડે તો શું સીધું તારા મોઢામાં આવે ?…… તદ્દન વાહિયાત !’ પૃથ્વી સપાટ નથી, ગોળ છે, તેવું કહેનારા ગેલિલિયોને બધાએ પાગલ ઠરાવવાની કોશિશ કરી હતી. બાળકોના તમામ સવાલોના જવાબ આપવા જેટલી ત્રેવડ કોઈ મા-બાપની નથી હોતી, પણ મા-બાપ એના પ્રશ્નોને સાંભળે-સમજે શક્ય તેટલી સલાહ-દોરવણી અવશ્ય આપી શકે…. હસી કાઢવાથી બાળકનું અહમ ઘવાશે…. મા-બાપ પ્રત્યેની શ્રદ્ધા તૂટશે…. જેને કારણે પોતાના પ્રશ્નોના જવાબો યેન કેન પ્રકારે મેળવવા અન્ય સાથે પ્રયત્નો કરશે. જે કદાચ માબાપને ગમે પણ નહીં…..
બાળકોને સમજવાં અઘરું કામ જરૂર છે. તેને સરળ બનાવવું સમજદાર મા-બાપોનું કામ છે. મા-બાપની મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ અને વિચારસરણી મુજબ બાળકોએ બધું કરવું જોઈએ એવું દઢ રીતે માનનારાં માબાપો ખોટે રસ્તે છે. ઉપયોગ પોતાની અધૂરી રહેલી યોજનાઓ અને ઈચ્છાઓ આગળ ધપાવવાના સાધન તરીકે કરે છે. પણ આમાંથી નિરાશા સિવાય કાંઈ નીપજતું નથી. કોઈ પિતા પુત્રને કહેશે કે, ‘મારે તો બાપ હતાં, ઘણું ભણવું હતું અને ડૉક્ટર થવું હતું પણ કેવી રીતે થાઉં ? તું હવે બરાબર ભણીને ડૉક્ટર થા. તારે માથે તો બાપ છે અને તારે કાંઈ નાની ઉંમરે કુટુંબની જવાબદારી ઉપાડવાની નથી. પણ બાળકને ડૉક્ટર બનવું હોય તો ને ? બાળકનું સ્વપ્ન કાંઈ બીજું હોય તો ? તમે એનું સ્વપ્ન ચગદી નાખીને તેની ઉપર તમારી નિષ્ફળ ઈચ્છાનું ભૂત સ્થાપો તો તેથી શું નીપજે ? ફિલસૂફ કવિ ખલિલ જિબ્રાને એટલે કહ્યું છે કે, ‘બાળકો ઉપર તમારાં સ્વપ્નો લાદશો નહીં.’ એનાં સ્વપ્નો તમે અપનાવજો. કેમ કે ગઈ કાલ તમે છો, તમારું બાળક આવતી કાલ છે.’ એટલું યાદ રાખો કે બાળકો તમારા દ્વારા, તમારા મારફત દુનિયામાં આવે છે. તમારા વારસામાં મળેલ સંસ્કારો ઉપરાંત ઘણુંબધું એટલે કે 90% કુદરતી બક્ષિસ લઈને આવેલ હોય છે. તેમનમાં રહેલી કુદરતી બક્ષિસને સંપૂર્ણ વિકાસ અને પ્રગટવાની સ્વતંત્રતા માબાપોએ આપવી જોઈએ.
માનવજાતિના ઈતિહાસમાં ઘણા દાખલા છે. જે માબાપે બાળકને સ્વતંત્ર રીતે બાળકોની ઈચ્છા મુજબ, દબાણ વગર વિકસવાની તક આપી છે તેવાં બધાં બાળકોએ વિવિધ ક્ષેત્રે નામ કાઢ્યું છે. માબાપોએ બાળકોને પ્રેમ, હૂંફ અવશ્ય આપવાં જોઈએ તેમજ બાળકોની પ્રવૃત્તિઓ, મિત્રો, અભ્યાસ, રમતો ઉપર નજર રાખવી જોઈએ પણ સી.આઈ.ડી. તરીકે નહિ. બાળકોમાં રહેલ કળા, સંગીત, ચિત્ર, સાહિત્ય, રમતગમત, જેવા ઉત્તમ ગુણોને ખીલવવા માટે રુચિ પ્રમાણે તક આપવી પણ માબાપની ફરજ છે. બાળકના ગમા-અણગમા પ્રત્યે સતત ધ્યાન રાખીને બાળકને આગળ વધવાની તાલીમ આપવી વધારે ફાયદાકારક નીવડશે. તમારા ધંધા કે કારોબાર માટે પુત્રને કે પુત્રીને યથાયોગ્ય સમયે સામેલ રાખી તાલીમ આપો તો ઠીક છે. તેને તમારે પગલે ચાલવાનો આગ્રહ કરવા કરતાં તેના પગલે તમે ચાલો, કેમ કે તમે ગઈ કાલ છો, બહુ તો આજ છો, પણ તમારું બાળક આવતીકાલ છે

રાણ્રપુર પગારકેંદ્ર આપનુ હાર્દિક સ્વાગત કરે છે........