શનિવાર, 6 ઑક્ટોબર, 2012


શ્રી નિવાસ રામાનુજન 26 એપ્રિલ

webnews.textalk.com
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા. દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી. તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે. તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો. રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી  નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાણ્રપુર પગારકેંદ્ર આપનુ હાર્દિક સ્વાગત કરે છે........