શનિવાર, 28 ફેબ્રુઆરી, 2015

aayurvedik upchar

અનેક રોગોમાં ઉપયોગી ફટકડી, સૌંદર્ય માટે પણ છે લાભદાયી
(ફોટો : ફટકડીની તસવીર)

લાઈફસ્ટાઈલ ડેસ્ક : ફટકડી એક એવું ક્રિસ્ટલ છે, જે લગભગ બધા જ ઘરોમાં સરળતાથી મળી રહે છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. અનેક ગુણોની ખાણ છે ફટકડી. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે, આથી તમે તેને બગલમાં લગાવીને તેનો ડિયોડ્રંટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ અનોખી વસ્તુ એન્ટિબેક્ટેરિયલ હોય છે, આથી દાંતો સાથે જોડાયેલા રોગોથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગકરી શકો છો. ચલો આજે જાણીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણોં વિશે.

1. ફટકડીને તમે કંઈ વાગ્યું હોય તેના પર ઉપયોગ કરી શકો છો. ફટકડીના પાણીને ઝખમ પર લગાવવાથી લોહી નીકળતું બંધ થઈ જશે. તમે ફટકડીનું ચૂરણ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

2. મોઢા પરની કરચલીઓં દૂર કરવા માટે પણ ફટકડી ઉપયોગી છે. તેના માટે પહેલા મોઢાંને પાણીથી ધોઈ લો. ત્યાર બાદ ફટકડીને ઠંડા પાણીમાં પલાળીને ચહેરા પર હલ્કા હાથે માલીશ કરો. ત્યાર બાદ તેને સૂકાવવા દો. ત્યાર બાદ તેને હાથની મદદથી જ નીકાળીને ઠંડા પાણીથી સાફ કરી લો. થોડા મહિનાના પ્રયોગ બાદ તમારો ચહેરો ચમકદાર અને યંગ બની જશે.

3. દમ અને ખાંસી જેવી બિમારીયોં હોય તો, અડધો ગ્રામ ફટકડીને ખાંડીને તેમાં મધ મિક્સ કરી લો. આ મિશ્રણને ચાટી જાવ. તૈયારીમાં આપને લાગ મળશે.

4. એન્ટિબેક્ટિરીયલ અને એસ્ટ્રિજેંટ તત્વ હોવાના કારણે ફટકડી દાંતના રોગોને પણ દૂર કરી શકે છે. તમે તેનો ઉપયોગ માઉથવોશ તરીકે પણ કરી શકો છો.

5. ફટકડીને ન્હાવાના પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ કરવાથી ખરજવું અને શરીરની દુર્ગંધથી તમે છુટકારો મેળવી શકો છો.

6. કીડી કે મકોડાએ ડંખ માર્યો હોય ત્યારે ફટકડીના ટુકડાને તે જગ્યા પર ઘસો. આનાથી સોઝો, ઝખમ અને લાલાશ દૂર થશે.

7. ફટકડીને ચહેરા પર લગાવવાથી ચહેરો ઉજળો બને છે અને તમારી સ્કિન ટોન પણ થઈ જાય છે.

8. એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીના ચૂરણને ઓગાળી લો. આ પાળીથી વાળ ધોવાથી માથામાં રહેલી જુ મરી જાય છે.

9. ગળામાં કાંકડાની સમસ્યા થાય ત્યારે, ગરમ પાણીમાં એક ચપટી ભરીને ફટકડી અને મીઠું નાખીને કોગડા કરો. આનાથી કાંકડાની તકલીફમાં જલ્દીથી આરામ મળી જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

રાણ્રપુર પગારકેંદ્ર આપનુ હાર્દિક સ્વાગત કરે છે........